યુવકે લાલૂ પ્રસાદના અંદાજમાં નીતીશ કુમાર પર ભડાશ નીકાળી

  • 5 years ago
બિહારમાં ભારે વરસાદે સર્જેલી તારાજી બાદ નીતીશ કુમારની સરકાર પર પણ નાગરિકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ખાસ તો પટણામાં નિષ્ફળ ગયેલી ડ્રેનેજ સિસ્ટમના કારણે આખું શહેર જ ગળાડૂબ પાણીમાં ગરકાવ થયું હતું સોશિયલ મીડિયામાં એક યુવકે જે રીતે મિમિક્રી કરીને તેમના પર પ્રહાર કર્યા હતા તે અંદાજનો વીડિયો વાઈરલ થયો હતો વીડિયોમાં જોઈ શકાય છે કે ખભે ખેસ નાખીને એક યુવક આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના આબેહૂબ અવાજમાં નીતીશ કુમાર પર પ્રહાર કરી રહ્યો છે લાલૂ પ્રસાદ જેવા જ મજાકિયા અંદાજની નકલ કરીને તેણે માત્ર નીતીશ કુમાર જ નહીં પણ નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું તેનો આવો અદલોઅદલ મિમિક્રીવાળો અંદાજ જોઈને ત્યાં હાજર રહેલા લોકોએ પણ તેને તાળીઓથી વધાવી લીધો હતો સાથે સોશિયલ મીડિયામાં પણ જ્યારે આ વીડિયો અપલોડ થયો ત્યારે યૂઝર્સે તેના પર કોમેન્ટોનો ઢગલો કરીને તેને વખાણ્યો હતો