'હાઉડી મોદી' કાર્યક્રમ માટે ઈન્ડિયન્સનો ઉત્સાહ, વિશાળ કાર રેલી યોજી

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજથી એક સપ્તાહ માટે અમેરિકાની મુલાકાતે જવાના છે સ્થાનિક સમય પ્રમાણે વડાપ્રધાન મોદી રવિવારે સવારે 830થી 1130 દરમિયાન 'હાઉડી મોદી' કાર્યક્રમમાં સામેલ થવાના છે આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેની આસપાસ પણ હવે એનઆરઆઈમાં પણ ઉત્સાહનો સંચાર જોવા મળી રહ્યો છે અનેક ભારતીયોએ મોદીના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે 200થી પણ વધુ કારના કાફલા સાથે એક વિશાળ રેલી યોજી હતી સોશિયલ મીડિયામાં પણ આ કાર રેલીનો વીડિયો વાઈરલ થવા લાગ્યો છે જેમાં તે લોકોએ નમો અગેનના નારા લગાવીને મોદીને સમર્થન આપતા જોવા મળ્યા હતા આ કાર રેલીનો હેતુ પણ દુનિયાની મોટી બે લોકશાહી દેશોની મિત્રતાને વધુ મજબૂત કરવાનો હોવાનું મનાય છે

Recommended