ટ્રાફિકનાં નિયમોની અમલવારી શરૂ, બપોર સુધીમાં 200થી વધુ લોકો પાસેથી 1.10 લાખ દંડ વસૂલ્યો

  • 5 years ago
રાજકોટ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી નવા મોટર વાહન વ્હિકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે જેથી વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધુ છે રાજકોટમાં અગાઉ માત્ર 10 ટકા જ લોકો હેલ્મેટ પહેરતા હતા પરંતુ આજે 50 ટકાથી વધુ લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધુ છે આ સાથે જ ફોર વ્હિલચાલકોએ પણ સીટ બેલ્ટ પહેરવાનું શરૂ કરી દીધુ છે એટલે કે લોકોમાં હવે ટ્રાફિકનાં નિયમોને લઈને અવેરનેસ આવી રહી છે બીજી તરફ હેલ્મેટ ન મળતાં MSCT બાર એસોના પ્રમુખ સાયકલ લઈને નીકળ્યા હતાં તો જામનગર SPએ આદેશ કર્યો છે કે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવશે રાજકોટમાં બપોર સુધીમાં 200થી વધુ લોકો પાસેથી 1 લાખ 10 હજાર દંડ પોલીસે વસૂલ્યો છે રાજકોટમાં 3 વાગ્યા સુધીમાં 229ને ઇ મેમો ફટકારવામાં આવ્યો હતો અને 1,14,800 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે