સુરતના માંડવી ગોદાવાડીથી ઉપાડી જઈ પોલીસે ઢોર માર માર્યાના વિદ્યાર્થીનો આક્ષેપ

  • 5 years ago
સુરતઃદારૂની ખેપ મારવાનો આરોપ મૂકી ગતરાત્રે માંડવીના ગોદાવાડી ગામના ચાર રસ્તા પાસેથી એમએના વિદ્યાર્થીને પોલીસ ઉપાડી ગઈ હતીબાદમાં પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે યુવકે સિવિલ હોસ્પિટલમાં તબીબોને જણાવતાં એમએલસી નોંધી સારવાર શરૂ કરી હતીઆ અંગે માંડવી પોલીસે જણાવ્યું હતું કે, માર મારવાના આક્ષેપ ખોટા છે પોલીસે 40 હજારના દારૂ સાથે ઝડપી ગુનો નોંધ્યો છે

પોલીસે પર વિદ્યાર્થીના આક્ષેપ

માંડવીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એમએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં આકાશ કૌશિકભાઈ હળપતિએ સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, દારૂની ખેપ મારવાના આરોપમાં માંડવી પોલીસ ઉપાડી ગઈ હતી બાદમાં રાત્રે ઢોર માર માર્યો હતો પોલીસ સ્વીફ્ટ કાર ખાનગીમાં આવી ને ઉપાડી ગઈ હતીઆજે સવારે પરિવાર ને જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાંતાલુકા પંચાયતના સભ્ય શંકરભાઈ ચૌધરી સાથે પરિવાર પોલીસ સ્ટેશન જતા આકાશ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતોજેથી તેને તાત્કાલિક માંડવી સામુહિક આરોગ્ય કેન્દ્ર બાદ બારડોલી સરકારી દવાખાને લઈ જવાયો ત્યારબાદ પોલીસ બંદોબસ્તમાં સુરત સિવિલ ખસેડાયો હતોઆકાશના થાપા, જાંઘની પાછળ અને પગના, પગના તળિયે અસંખ્ય માર ના નિશાન મળી આવ્યા મેડિકલ ઓફિસર ડો બર્મન એ તમામ ઇજાના નિશાન MLC ચોપડે નોંધી આકાશની સારવાર શરૂ કરી છે

Recommended