પંચવટી પાસે આવેલા જ્વેલરી શો રૂમમાંથી ચોરી કરતી મહિલા સીસીટીવીમાં ઝડપાઇ

  • 5 years ago
અમદાવાદ: શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા જોયાલૂક્કાસ નામના જ્વેલરીના શો રૂમમાંથી સોનાની બંગડીઓની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે અજાણી મહિલાએ દુકાનમાં ગ્રાહક તરીકે આવી સોનાની ચોરી કરી હતી મહિલા ચોરી કરતા સીસીટીવીમાં આબાદ રીતે ઝડપાઇ ગઇ હતી એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી છે