વિકી કૌશલે સેના કેમ્પમાં જવાનો માટે રોટલીઓ વણી, 'મારી પહેલી રોટલી સેના માટે બનાવી'

  • 5 years ago
‘ઉરી - ધ સર્જીકલ સ્ટ્રાઈક’થી ફેમસ થનાર વિકી કૌશલ હાલ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં સેના સાથે સમય પસાર કરી રહ્યા છે ગુરુવારે તેમણે સેનાના જવાનો માટે રોટલીઓ વણી હતી વિકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને જણાવ્યું હતું કે, તેઓ કેટલાક દિવસ ભારત-ચીન સરહદ પર તવાંગમાં જવાનો સાથે રહેશે

ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ ,મેઘના ગુલઝારની ફિલ્મ ‘1971 વોર હીરો ફીલ્ડ માર્શલ સેમ માણેકશો’ની બાયોપિકમાં લીડ રોલ પ્લે કરી રહ્યાં છે જે માટે જવાનોનું જીવન નજીકથી જોવા માટે તેઓ તવાંગની મુલાકાતે છે ફિલ્ડ વર્ક દ્વારા વિકી પોતાને આર્મીમેનનાં રૂપમાં ઢાળવા પ્રયત્નશીલ છે