પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રશ્ને શિવસેનાના કાર્યકરોએ વોર્ડ ઓફિસને તાળા માર્યાં, પાણીના બદલે પક્ષના સૂત્રોચ્ચાર કર્યાં

  • 5 years ago
વડોદરા: છેલ્લા 8 માસથી શહેરના પૂર્વ વિસ્તારમાં વિકટ બનેલી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં ધરાર નિષ્ફળ ગયેલી પાલિકા સામે પૂર્વ વિસ્તારમાં લોકોનો ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આજે શિવસેના દ્વારા વોર્ડ નંબર-9ની ઓફિસને તાળા મારી શુદ્ધ અને પુરતા પ્રેશરથી પાણી આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા નોંધનીય છે કે, પ્રજાનો પાણીનો પ્રશ્ન લઇને વોર્ડ ઓફિસને તાળા મારનાર શિવસેના દ્વારા પાણી અંગેના સૂત્રોચ્ચારો કરવાને બદલે પોતાના સંગઠનના પ્રચાર માટેના સૂત્રોચ્ચારો વધુ કર્યા હતા