દેવામાં ડૂબેલી BSNLએ ઓફિસનું ભાડું ન ચૂકવતા માલિકે દરવાજા પર કાર મુકી

DivyaBhaskar

by DivyaBhaskar

212 views
નસવાડીઃ13 હજાર કરોડના દેવામાં ડૂબેલી BSNL પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના તો પૈસા નથી પરંતુ તેની સાથે સાથે ભાડેથી રાખેલી ઓફિસનું ભાડું ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા છે ભાડેથી ચાલી રહેલી નસવાડી તાલુકામાં આવેલી BSNLની મુખ્ય કચેરીનું પણ રૂ15 લાખ જેટલું ભાડું ચૂકવ્યું ન હોવાથી આજે જગ્યાના માલિક આરીફ મેમણે BSNLની કચેરી બહાર પોતાની કાર મુકી દેતા કર્મચારીઓએ બહાર બેસવું પડ્યું હતું