વસ્ત્રાલ SP રિંગરોડ પર ટ્રકની અડફેટે સાઈકલ સવાર વિદ્યાર્થિનીનું મોત, ડ્રાઈવર ફરાર, લોકોએ પથ્થરમારો કર્યો

  • 5 years ago
અમદાવાદ:એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે ટ્રકની અડફેટે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે ટ્રકચાલકે સાઈકલ પર જતી વિદ્યાર્થિનીને ટક્કર મારતા તે નીચે પટકાઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો મૃતક વિદ્યાર્થિની વસ્ત્રાલની માધવ સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે રોષે ભરાયેલા લોકોએ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો