ઈન્ટરનેશનલ કિડની રેકેટમાં સામેલ દિલ્હીની હોસ્પિટલના સીઈઓની ધરપકડ

  • 5 years ago
નવી દિલ્હીઃઉત્તરપ્રદેશ પોલીસે કિડની રેકેટમાં સામેલ હોવાના આરોપમાં દિલ્હીના પુષ્પાવતી સિંહાવિયા રિસર્ચ ઈસ્ટીટ્યૂટના સીઈઓ ડો દીપક શુક્લાની ધરપકડ કરી છે શુક્રવારે કસ્ટડીમાં લીધા બાદ વધુ તપાસ માટે પોલીસ તેમને કાનપુર લાવ્યા હતા શનિવારે પોલીસે જણાવ્યું હતું કે, પુછપરછ દરમિયાન શુક્લાએ માનવ અંગોની ખરીદીની વાત કબૂલી છે આ ઈન્ટરનેશલ કિડની રેકેટનો ખુલાસો ફેબ્રુઆરીમાં થયો હતોગેંગના સભ્ય ગૌરવ મિશ્રા સહિત અત્યાર સુધી 10 લોકોની ધરપકડ થઈ ચુકી છે