પાણીના પીપને તાળું મારીને રાખવું પડે, અહીં પાણીની પણ થાય ચોરી

  • 5 years ago
પાણી ભરેલા પીપ અને પીપને મારવા પડે છે તાળાં આ દૃશ્યો છે રાજસ્થાનના, જે એ વાતની ગવાહી પૂરે છે કે પાણીને પણ લક્ષ્મીની જેમસાચવવાના દિવસો હવે આવી ગયા છે અજમેરમાં આવેલા વૈશાલીનગરમાં પાણીના એક એક ટીપા માટે તરફડતી તરસી પ્રજા પાણીને પીપમાંભરીને તેના પર લૉક મારવા માટે મજબૂર બની છે આ લોકો પાસે એકમાત્ર રસ્તો છે પાણીની ચોરી ના થાય તે માટે તમે સમજી શકો છો કે પાણીનોપોકાર કેવો હશે ત્યાં જ્યાં અન્ય લોકો પાણીની ચોરી કરવા માટે પણ અડધી રાત માથે લેતા હશે જો કે એવું પણ નથી કે પાણીની સમસ્યા માત્રઅજમેરમાં જ છે પારસરામપુરા ગામના લોકોએ પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે એક સમય એવો પણ આવશે કે પાણીના ડ્રમને પણ તાળા
મારવા પડશે 50 ડિગ્રી તાપમાનમાં ભડકે બળતું રાજસ્થાન હવે તરસે પણ મરે છે ક્યાંક પાણીની ચોરી તો ક્યાંક પાણી માટે મારામારી થવી તેસામાન્ય બાબત થઈ ગઈ છે આ લોકોની પાણી મેળવવા માટેની જદ્દોજેહદ અલગ અલગ હોય શકે છે પણ હાલત તો બધાની એકસરખી જ છે