શરીરે લોખંડના ખીલા અને હૂક મારીને 40 ફૂટ ઉંચે લટકીને આરાધના કરે

  • 5 years ago
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઝારખંડના અનેક આદિવાસી વિસ્તારોમાં ચડક પૂજા કરવામાં આવે છે દર વર્ષે વૈશાખ મહિનામાં આયોજીત થતા ચડક મેળાને જોવા માટે પણ અનેક લોકો ઉમટી પડે છે તો સાથે જ અન્ય લોકો પરિવાર અને ગામની ખુશી માટે શિવની ધામધૂમથી પૂજા કરે છે જો કે આ મેળામાં સૌથી વધુ આકર્ષણ કોઈનું હોય તો શિવ ભક્તોના હેરતઅંગેજ કરતબોનું આ પૂજામાં કેટલાક ભક્તો એવા પણ હોય છે જેઓ શિવની કૃપા મેળવવા માટે જોખમી રીત પણ અપનાવે છે 200 વર્ષ કરતાં પણ જૂની એવી આ પરંપરામાં આદિવાસી આસ્થાળુઓ પોતાના શરીરમાં લોખંડના હૂક લગાવીને વાંસ પર આવી હાલતમાં લટકીને તેમની શિવ પ્રત્યેની શ્રધ્ધાનો પરિચય આપે જમીનથી ચાલીસેક ફૂટ ઉપર માત્ર ખીલા અને હૂકના સહારે લટકતા જોઈને કોઈ અજાણ્યા શ્રધ્ધાળુને તો ધ્રાસ્કો પડે છે પણ આ ભક્તોના કહેવા મુજબ આવું કરવાથી તેમના બધા જ દુખ-દર્દ દૂર થઈ જાય છે હવામાં લટકીને આ ભક્તો નીચે રહેલા શ્રધ્ધાળુઓ પર પ્રસાદ ફેંકે છે જેને મેળવવા માટે પણ લોકો તલપાપડ હોય છેચડક પૂજાને આદિવાસી વિસ્તારમાં કરવામાં આવતી અન્ય પૂજાઓ કરતાં સૌથી વધુ કઠોર પૂજા માનવામાં આવે છે

Recommended