બેંગ્લુરુમાં ચંદ્રબાબુ મોડીરાત્રે દેવગૌડાને મળ્યા, JDSએ પીએમ પદ માટે રાહુલ ગાંધીને ટેકો આપ્યો

  • 5 years ago
23મેના રોજ પરિણામ પહેલાં જ વિપક્ષને એકજૂથ કરવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અલગ અલગ નેતાઓને મળી રહ્યા છે મંગળવારે રાત્રે તેમણે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડા સાથે મુલાકાત કરી હતી બેંગ્લુરુમાં થયેલી બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી પણ હાજર રહ્યા હતા ટીડીપી પ્રમુખ નાયડૂએ ચર્ચા પછી કહ્યું હતું કે, જેડીએસ નેતા વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીને પ્રાથમિકતા આપી રહ્યા છે તેમાં કોઈ વાંધો નથી અમે પરિણામ પછી આ વિશે ચર્ચા કરીશું

દેવગૌડાએ કહ્યું કે, જ્યાં સુધી પરિણામોની જાહેરાત ન થઈ જાય ત્યાં સુધી અમે ગઠબંધન વિશે કોઈ ચર્ચા નહીં કરીએ જોકે તેઓ પહેલાં કહી ચૂક્યા છે કે, જ્યારે રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે ત્યારે અનુભવના આધારે હું તેમની બાજુમાં બેસીશ આ પહેલાં દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત દરમિયાન નાયડૂએ કહ્યું હતું કે, આપણે ચૂંટણી પરિણામો માટે રાજકીય રીતે તૈયાર રહેવું જોઈએ જો ભાજપ બહુમતીથી દૂર રહશે તો આપણે સરકાર બનાવવાનો મજબૂત દાવો રજૂ કરી શકીએ છીએ