ઈસરોએ RISAT-2B સેટેલાઈટ લોન્ચ કર્યો, સીમાઓ પર નજર રાખશે - ઘૂસણખોરી અટકાવશે

  • 5 years ago
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા રડાર ઈમેજિંગ અર્થ સેટેલાઈટ (રિસેટ-2બી)ને બુધવારે સફળતાથી લોન્ચ કરવામાં આવ્યો છે તેને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી પીએસએલવી-સી46 રોકેટથી સવારે 527 વાગે લોન્ચ કરવામાં આવ્યો છે આ સેટેલાઈટ સીમાઓની દેખરેખ કરશે અને ઘૂસણખોરી અટકાવવામાં મદદ કરશે

615 કિલો વજનના આ ઉપગ્રહને લોન્ચિંગના 15 મિનિટ પછી પૃથ્વીની કક્ષામાં છોડવામાં આવ્યો છે રિસેટની સેવા સતત મળતી રહે તે માટે 300 કિલોગ્રામના રિસેટ-2બી સેટેલાઈટ સાથે સિન્થેટિક અપર્ચર રડાર ('સાર') ઈમેજર પણ મોકલવામાં આવ્યું છે રિસેટ-2બીને ધરતીથી 555 કિમીની ઉંચાઈ પર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે