રાજસ્થાનમાં મઠના નિર્માણકાર્ય દરમ્યાન જમીનમાંથી પુરાતન ચાંદીના સિક્કા મળી આવ્યા

  • 5 years ago
રાજસ્થાનનાં જોધપુર જિલ્લાનાં સલવા કલા ગામના એક મઠના નિર્માણકાર્ય દરમ્યાન જમીનમાંથી ચાંદીના સિક્કા મળી આવ્યા હતા જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકોની ભીડ મંદિરના પ્રાંગણમાં ભેગી થતી ગઈ લોકો મંદિરના આંગણામાં ખોદકામ કરીને સિક્કાઓ શોધવા લાગ્યા હતા કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તેમને અહીંથી પુરાતન કાળના ચાંદીના સિક્કા મળી આવ્યા છે

ઉલ્લેખનીય છે કે, જોધપુર શહેરથી 40 કિમી દૂર આવેલાં સાલવા કલાં ગામનાં મઠમાં કેટલાક વર્ષ પહેલાં એક દિગંબર બાવા રહેતા હતા હાલ મઠનાં નિર્માણકાર્ય દરમ્યાન કેટલાંક લોકોને પુરાતન કાળના ચાંદીના સિક્કા મળ્યાં હોવાની વાતથી લોકોમાં ખૂબ કૂતૂહલની લાગણી જોવા મળી હતી કેટલાક લોકો તો મઠમાં ખોદકામ કરતાં પણ જોવા મળ્યાં હતા