પાલડી વિસ્તારના અમીઝરા ફ્લેટના મીટરમાં આગ લાગી, સાત વાહનો સળગ્યા

  • 5 years ago
અમદાવાદ:શહેરના પાલડી ફતેપુરા વિસ્તારમાં આવેલા અમીઝરા ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી આગના કારણે પાર્કિંગમાં પડેલી એક ગાડી અને 6 ટુ વિહલર સળગી ગયા હતા જો કે તેમાં બહુ નુકસાન થયું ન હતું આગના કારણે ધુમાડો થતા પહેલા અને બીજા માળે રહેતા રહીશોને તકલીફ પડી હતી ફ્લેટના રહીશો તાત્કાલિક બહાર આવી ગયા હતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી