મહિલાનું ટુ-વ્હીલર ટોઇંગ કર્યાં બાદ ટ્રાફિક પોલીસે 500 રૂપિયા માંગતા મામલો બિચક્યો

  • 5 years ago
વડોદરા: વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મરીમાતાના ખાંચા પાસે ટ્રાફિક પોલીસ તંત્રની ટોઇંગ ક્રેઇન દ્વારા નો-પાર્કિંગમાં પાર્ક કરેલુ ટુ-વ્હીલર ટોઇંગ કર્યું હતું આ દરમિયાન આવી પહોંચેલા વાહન માલિક અને ટ્રાફિક પોલીસ વચ્ચે દંડ બાબતે બબાલ થઇ હતી જોતજોતામાં ટોળા ઉમટી ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર મરીમાતાના ખાંચા પાસે એક મહિલા પોતાનું ટુ-વ્હીલર મૂકીને પોતાના કામ માટે ગઇ હતી