બે બહેનોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું

  • 5 years ago
સુરતઃ પાલ ખાતે આવેલા ગુરૂરામ પાવન ભૂમિમાં બે બહેનોનો ત્રી-દિવસીય દીક્ષા મહોત્સવ યોજાયો હતો જેમાં આજે બંને બહેનોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું ખંડોર પરિવારે દીકરીઓની દીક્ષાને વધાવી લીધી હતી મૂળ કચ્છના ભચાઉના દિનેશભાઈ રમેશભાઈ ખંડોર સુરતના વરાછામાં એલએચ રોડ પર આવેલા ત્રિક્મ નગરમાં રહે છે અને હોલસેલ કાપડનો વેપાર કરે છે તેમને સંતાનમાં પાંચ દીકરીઓ છે જે પૈકીની યશ્વી અને રીયાએ દીક્ષાનો નિર્ણય કર્યો હતો જેથી પરિવારને આ નિર્ણયને ખુશીથી વધાવી લીધો હતો પરિવારે જણાવ્યું હતું કે, 2001માં ભૂકંપમાં વતનમાં અમારા મકાનના કાટમાળ નીચે દોઢ વર્ષની યશ્વી અને 35 દિવસની રીયા ત્રણ દિવસ સુધી કાટમાળ નીચે દટાયેલી રહી હતી ત્યારબાદ રેસ્ક્યુ કરીને જીવિત બહાર નીકળી હતી દરમિયાન ગુરૂ મહારાજ આચાર્ય કલાપૂર્ણ સુરીસ્વરજી મહારાજ સાહેબ પાસે લઈ ગયા હતા ભૂકંપ બાદ આશીર્વાદ આપ્યા હતા અને બંને દીકરીઓ દીક્ષા લેશે તેવું જણાવ્યું હતું